Video: મહીસાગરમાં સરકારી નોકરીના નામે મહાઠગાઈ, 58 ઉમેદવારો પાસેથી 11.20 લાખથી વધુની છેતરપિંડી કરાઈ

મળતી વિગતો મુજબ, મહીપાલસિંહ વિજયસિંહ જાદવ નામના શખ્સે 58 ઉમેદવારોને 112 અને 181માં નોકરી અપાવવાનું કહીને આધારકાર્ડ પાનકાર્ડ અને બેન્ક સહિતના જરૂરી દસ્તાવેજો તેમજ લાખો રૂપિયા પડાવી લીધા હતા. જોકે રૂપિયા લીધા બાદ આરોપીએ ન તો નોકરી અપાવી કે ન તો નાણાં પરત કર્યા હતા. આખરે છેતરાયેલા હિતેશ બારીયા નામના યુવકે સંતરામપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
જાહેરાત













