Video: મહીસાગરમાં 112 અને 181માં નોકરીના નામે છેતરપિંડી, 58 ઉમેદવારો પાસેથી 11.20 લાખ પડાવ્યા

મહીસાગર જિલ્લામાં 112 અને 181 હેલ્પલાઇનમાં નોકરી અપાવવાના નામે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. નોકરીની લાલચ આપીને 58 યુવક-યુવતીઓ પાસેથી કુલ 11 લાખ 20 હજાર 650 રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. આ મામલે મહીપાલસિંહ વિજયસિંહ જાદવ નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ ઉમેદવારો પાસેથી નોકરી અપાવવાના બહાને નાણાં લીધા હતા, પરંતુ રૂપિયા પરત ન કરતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. સંતરામપુરના હિતેશ બારિયાએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ સંતરામપુર પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત











