મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહીસાગરમાં વરસાદ ખેંચાતા ભારતીય કિસાન સંઘ મેદાને

મહીસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય

તસવીર: gstv

મહીસાગર જિલ્લામાં છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી છે. ખેડૂતોના પ્રશ્નોને લઈને ભારતીય કિસાન સંઘે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. કિસાન સંઘે ખેડૂતોની ચિંતા દૂર કરવા સિંચાઈ માટે પાણીની વ્યવસ્થા કરવા અને તળાવો ભરવાની માંગ કરી છે. સાથે જ પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ રહે તેમજ ખેડૂતોને પૂરતી અને નિયમિત વીજળી મળે તેવી રજૂઆત કરાઈ છે. વરસાદના અભાવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે સરકાર ખેડૂતોની વેદના સમજે તેવી અપીલ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો