મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

video: પંચમહાલ-મહીસાગરમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 3 બાળકોના મોત

પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય વિભાગ એ

તસવીર: gstv

પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં 13 બાળ દર્દીઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 ચાંદીપુરા પોઝિટિવ બાળકો અને 1 શંકાસ્પદ દર્દીનું સારવાર દરમિયાન મોત થતાં મૃત્યુઆંક 3 પર પહોંચ્યો છે. રાહતની વાત એ છે કે 2 બાળકો સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે 6 બાળકો હજુ સારવાર હેઠળ છે અને તેમના સેમ્પલના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત અને સંભવિત 25 ગામોમાં સઘન સર્વેલન્સ, દવા છંટકાવ અને કાચા મકાનોની તિરાડો પૂરવાની કામગીરી શરૂ કરી છે. સર્વેલન્સ દરમિયાન 450થી વધુ સેન્ડફ્લાય માખીઓ પણ પકડવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું છે.

આ સમાચાર શેર કરો