મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહીસાગરમાં ધોધમાર વરસાદથી પાનમ નદી બે કાંઠે

મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાનમ નદીમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે.

તસવીર: gstv

મહીસાગર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે પાનમ નદીમાં નવા નીરની આવક થતાં નદી બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાની જીવાદોરી સમાન પાનમ નદીમાં ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે પાણીની આવક વધી છે. પાનમ નદીમાં પાણીની આવક વધતા લુણાવાડા શહેરમાં પીવાના પાણીની સમસ્યામાં રાહત મળવાની આશા છે. પાનમ નદી લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરું પાડતી હોવાથી શહેરીજનોમાં ખુશીનો માહોલ છે. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે.

આ સમાચાર શેર કરો