Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહીસાગર : A new water supply headworks pole opened in Mahisagar after two inches of rain

VIDEO: મહીસાગરમાં બે ઈંચ વરસાદમાં પાણી પુરવઠાના નવા હેડવર્કસની પોલ ખુલી

Timeછેલ્લું અપડેટ : 04 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

મહીસાગર જિલ્લામાં ગત મોડી રાત્રે પડેલા માત્ર બે ઈંચ વરસાદે પાણી પુરવઠા વિભાગની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. દરજીના ચાકલિયા પાસે બની રહેલા નવીન હેડવર્કસની કમ્પાઉન્ડ દીવાલ નીચેથી માટી ધોવાઈ જતાં દીવાલ માત્ર કોલમના સહારે અધ્ધર થઈ ગઈ છે, જાણે કે પ્રોટેક્શન વોલનું જ પ્રોટેક્શન જમીન પરથી ગાયબ થઈ ગયું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. એટલું જ નહીં, નવા બની રહેલા મકાનમાં પણ પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. આકલવા ખાતે બની રહેલા હેડવર્કસની દીવાલ પણ નમી ગઈ છે. આ બાબતની જાણ થતાં ૧૨૨ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે મલેકપુર મંદિર જતી વખતે સ્થળ પર ઉભા રહી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ધારાસભ્યએ પાણી પુરવઠાના અધિકારીને ફોન જોડ્યો હતો, પરંતુ સાહેબે ફોન પણ ઉપાડ્યો નહોતો. ત્યારબાદ તેમણે કોન્ટ્રાક્ટરને ફોન કરીને કામની નબળી ગુણવત્તા અંગે ઠપકો આપ્યો હતો, જેમાં કોન્ટ્રાક્ટરે ભૂલ સ્વીકારી સુધારણાની ખાતરી આપી હતી. ધારાસભ્યએ આ સમગ્ર મામલે ઉચ્ચ કક્ષાએ તપાસ કરાવવાની ખાતરી આપી છે.

App Store