Video: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંઝેનો કોન્સર્ટ.... સ્ટેડિયમ બહાર યુવાઓમાં ગ્લિટર અને મેકઅપનો ટ્રેન્ડ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલા દિલજીત દોંસાંજે કોન્સર્ટને લઈને સંગીત પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોન્સર્ટમાં એન્ટ્રી લેતા પહેલા જ સ્ટેડિયમ બહાર યુવાનોમાં કંઈક અલગ અને સ્ટાઇલિશ દેખાવવાનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યો હતો. . સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ખાસ પ્રકારનો મેકઅપ કરાવતા અને ચહેરા પર ગ્લિટર લગાવતા જોવા મળ્યા હતા. અન્ય કરતાં કંઈક હટકે દેખાવવાના પ્રયાસમાં યુવાનો અવનવા લુક અપનાવવા સ્ટેડિયમ બહાર મેકઅપ આર્ટિસ્ટ્સ પાસે તૈયાર થવા માટે ઉમટી પડ્યા છે. યુવાનોની આ ભીડ અને તેમનો ઉત્સાહ કોન્સર્ટના સમગ્ર માહોલને વધુ રંગીન અને આકર્ષક બનાવી રહ્યો છે.
જાહેરાત













