Video: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં દિલજીત દોસાંજનો ભવ્ય કોન્સર્ટ, ચાહકોની ભીડ ઉમટી પડી

સોર્સ: gstv

દિલજીત દોસાંજના આ ખાસ કોન્સર્ટને માણવા માટે માત્ર અમદાવાદ કે ગુજરાતના વિવિધ શહેરોમાંથી જ નહીં, પરંતુ દેશના અન્ય રાજ્યોમાંથી પણ ચાહકો આવી પહોંચ્યા છે. ખાસ કરીને દિલ્હી, પંજાબ અને મુંબઈ સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઉમટ્યા છે. કોન્સર્ટને લઈને યુવાધન અને ચાહકોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે, જેના કારણે સ્ટેડિયમ બહાર ઉત્સવ જેવો માહોલ સર્જાયો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત