Video: જિલ્લા સંકલન સમિતિની તર્જ પર હવે amcનીી બેઠકમાં મેયર રહેશે હાજર

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે કમિશનરની અધ્યક્ષતામાં યોજાતી MP-MLA સંકલન સમિતિની બેઠકને લઈને રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી આ સંકલન સમિતિની બેઠકમાં શહેરના મેયરની હાજરી પણ અપેક્ષિત રહેશે. એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહની રજૂઆત બાદ રાજ્ય સરકાર દ્વારા આ અંગે સત્તાવાર આદેશ કરવામાં આવ્યો છે.અમદાવાદ શહેરના સાંસદો અને ધારાસભ્યોના મત વિસ્તારના પડતર પ્રશ્નોની ચર્ચા માટે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળતી હોય છે. જોકે, અત્યાર સુધી આ બેઠકમાં મેયર હાજર રહેતા ન હતા.આ મુદ્દે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી હતી. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે, જે રીતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હાજર રહે છે, તે જ રીતે મહાનગરપાલિકામાં પ્રજાના પ્રશ્નોની ચર્ચા દરમિયાન મેયરની હાજરી પણ અપેક્ષિત રાખવી જોઈએ.ધારાસભ્યની આ રજૂઆતને ગંભીરતાથી લઈ રાજ્ય સરકારે હકારાત્મક નિર્ણય લીધો છે. સરકારના આદેશ મુજબ, હવેથી મ્યુનિસિપલ કમિશનર દ્વારા યોજાતી સંકલન સમિતિની બેઠકમાં મેયર પણ હાજર રહેશે. આ નિર્ણય બાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પણ આગળની જરૂરી પ્રક્રિયા હાથ ધરવા અંગે જાણ કરવામાં આવી છે.સંકલન બેઠકમાં મેયરની ઉપસ્થિતિથી ચૂંટાયેલી પાંખ અને વહીવટી તંત્ર વચ્ચે વધુ સારું સંકલન સધાશે, જેના કારણે શહેરીજનોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવવાની અપેક્ષા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત