Video: મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોના મોત, 181 હોસ્પિટલમાં દાખલ

સોર્સ: gstv

મણિપુરના ચંદેલ જિલ્લામાં ઝેરી દારૂ પીવાના કારણે મૃત્યુઆંક વધીને 15 પર પહોંચી ગયો છે, જ્યારે 181 જેટલા અસરગ્રસ્તો હાલ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે. તબીબી તપાસમાં દર્દીઓને 'મેથેનોલ પોઈઝનિંગ' થયું હોવાની પુષ્ટિ થઈ છે, જેમાં 3 દર્દીઓની હાલત અત્યંત ગંભીર હોવાથી તેમને હિમોડાયાલિસિસ પર રાખવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે મુખ્યમંત્રી ખેમચંદ યુમનામે શિજા અને બબીના હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓના ખબરઅંતર પૂછ્યા હતા અને રાહત કામગીરી માટે ખાસ મેડિકલ ટીમ રવાના કરી છે. બીજી તરફ, પોલીસ તપાસમાં ખુલાસો થયો છે કે આ શંકાસ્પદ દારૂ કાકચિંગ જિલ્લાના સુગનૂ વિસ્તારમાંથી ખરીદવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરાવી દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જ્યારે પોલીસે લોકોને સ્થાનિક દારૂનું સેવન ન કરવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત