Video: મણિપુરના ખેડૂતની અનોખી સિદ્ધિ

મણિપુરના ઇમ્ફાલમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ખેડૂત સોઈબમ સુર્ચંદ્રાએ મત્સ્યઉત્પાદન ક્ષેત્રે નવી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે નિંગોલ ચકૌબા તહેવારને ધ્યાનમાં રાખીને 35 હજાર કિલો સ્વદેશી માછલીનું ઉત્પાદન કર્યું છે. આ સાથે તેમણે બ્લૂ રિવોલ્યુશન એટલે કે નીલી ક્રાંતિને નવી દિશા આપી છે. સ્થાનિક માછલીની માંગને પહોંચી વળવા તેમણે સ્વદેશી પ્રજાતિઓના સંવર્ધન પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેમની આ પહેલથી સ્થાનિક મત્સ્યપાલન અને ખેડૂતો માટે નવી તકો ઊભી થવાની આશા છે.
જાહેરાત







