Video: અમેરિકન માર્કેટમાં કોરોનાકાળ બાદનો મોટો કડાકો

અમેરિકન શેરબજારમાં ગત મોડી રાત્રે ઐતિહાસિક કડાકો બોલી ગયો.જેમાં નાસ્ડેક લગભગ 5.3 ટકા તૂટ્યો છે. જ્યારે ડાઉ જોન્સ પણ 1.9 ટકા તૂટીને લગભગ 950 પોઈન્ટ નીચે ગબડ્યો હતો. આ સાથે જ એસ એન્ડ પી ફાઈવ હન્ડ્રેડ ઇન્ડેક્સમાં 3.7 ટકાનો ઘટાડો નોંધાયો છે અને તે સતત સાતમા દિવસે લાલ નિશાનમાં બંધ રહ્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી શેરોમાં આવેલી ભારે વેચવાલીને કારણે અમેરિકન બજારમાં ખાના ખરાબી સર્જાઈ હતી.જેનાથી રોકણકારોનો આખા વર્ષનો નફો ધોવાઈ ગયો છે.એનવિડિયા, એએમડી અને બ્રોડકોમ જેવી દિગ્ગજ સેમિકન્ડક્ટર કંપનીઓના શેરોમાં મોટો ઘટાડો થવાથી વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો છે. મોંઘવારીને કાબૂમાં લેવા માટે વ્યાજદરમાં વધુ વધારાની આશંકા અને AI ક્ષેત્રના ભવિષ્ય અંગે રોકાણકારોની ચિંતા આ ઘટાડા પાછળના મુખ્ય પરિબળ છે. અમેરિકન બજારની આ સ્થિતિને વર્ષ 2020ના કોરોના મહામારી સમયના ઘટાડા બાદનો એટલે છેલ્લા 6 વર્ષનો સૌથી ખરાબ દોર માનવામાં આવી રહ્યો છે. આ ભારે ઉથલપાથલની સીધી અસર હવે ભારતીય શેરબજાર સહિત વિશ્વભરના અન્ય બજારો પર પણ જોવા મળી શકે છે.











