Video: તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાતા વિઝિબિલિટીમાં ભારે ઘટાડો

તમિલનાડુના કલ્લાકુરિચી જિલ્લાના વાનાપુરમ, ઋષિવંદિયમ, તિરુકોઇલુર અને ઉલુન્દુરપેટ સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે. ધુમ્મસની તીવ્રતા એટલી વધારે છે કે રસ્તાઓ પર વિઝિબિલિટી ખૂબ જ ઓછી થઈ ગઈ છે, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારે કામકાજ અર્થે નીકળતા લોકો અને વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી રહી છે. બદલાતા વાતાવરણ અને ગાઢ ધુમ્મસને પગલે સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા પણ વાહનચાલકોને સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.
જાહેરાત
















