Video: તમિલનાડુના મયિલાદુથુરાઈમાં ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા સવારની અવરજવર પર અસર

તમિલનાડુના મયિલાદુથુરાઈ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાયેલી જોવા મળી હતી, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ધુમ્મસના કારણે જિલ્લાના વિવિધ માર્ગો પર વિઝિબિલિટી ઘટી જતા વાહનચાલકોને ભારે હાલાકી પડી હતી. સવારના સમયે ઓફિસ, શાળા અને રોજિંદા કામકાજ માટે નીકળતા લોકોની અવરજવર પર પણ આની સીધી અસર જોવા મળી હતી. વાહનચાલકોએ હેડલાઈટ ચાલુ રાખીને ધીમી ગતિએ વાહન ચલાવવાની ફરજ પડી હતી, જ્યારે બદલાતા વાતાવરણને પગલે લોકો સાવચેતી રાખતા નજરે પડ્યા હતા.
જાહેરાત
















