Video: ખોરધા જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશથી સુરક્ષા વ્યવસ્થા સજ્જ

ઓડિશાના ખોરધા જિલ્લા વહીવટીતંત્રના નિર્દેશ મુજબ સંભવિત કુદરતી આફતો અને ચક્રવાત સામે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાલુગાંવ એનએસી (NAC) વિસ્તારમાં પાંચ વાવાઝોડા આશ્રય કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડ્યે તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડી શકાય તે હેતુથી આ વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ પાંચેય કેન્દ્રો પર પીવાનું પાણી, ખોરાક, પ્રાથમિક સારવાર અને વીજળી સહિતની આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સ્થાનિક અધિકારીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને આપત્તિ વ્યવસ્થાપન ટીમોને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે સંપૂર્ણપણે સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે.
જાહેરાત
















