Video: ગોધરામાં ચાર જિલ્લાના ૨૦ હજાર કાર્યકર્તાઓ સાથે પદયાત્રાનો પ્રારંભ

ગોધરાના લાલબાગ ટેકરી મેદાન ખાતે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અંતર્ગત વિશાળ પદયાત્રાનું આયોજન થયુ.આ પદયાત્રામાં પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુર જિલ્લામાંથી અંદાજિત ૨૦ હજાર જેટલા કાર્યકર્તાઓ તથા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે.પદયાત્રા શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરીને પુનઃ લાલબાગ ટેકરી મેદાન ખાતે પહોંચીજ્યાં તેનું સમાપન થશે.કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના કે અગવડતા ન સર્જાય તે માટે સમગ્ર ગોધરા શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
જાહેરાત















