Video: રાજકોટ રેલવે પોલીસના ASIનો ઊંઘતો વીડિયો વાયરલ, પોલીસકર્મી વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની કાર્યવાહી

રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન એક મહિલા પોલીસ કર્મચારી બ્લેન્કેટ ઓઢીને ઊંઘતા હોવાનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર મામલે એએસઆઈ કામિની વ્યાસ દ્વારા ચાલુ ફરજે ઘોર બેદરકારી દાખવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદ નોંધાવવા માટે આવેલા નાગરિકોની રજૂઆત સાંભળવાને બદલે તેઓ બ્લેન્કેટ ઓઢીને આરામ ફરમાવી રહ્યા હોવાના દ્રશ્યો વીડિયોમાં કેદ થયા હતા. આ વાયરલ વીડિયોની ગંભીર નોંધ લેતા ડિવિઝન પોલીસ કચેરી દ્વારા તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવનાર પોલીસ કર્મચારી વિરુદ્ધ આગામી સમયમાં કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે.
જાહેરાત
















