Video: કોન્સર્ટમાં અલગ દેખાવવાનો યંગસ્ટર્સમાં ક્રેઝ; સ્ટેડિયમ બહાર મેકઅપ અને ગ્લિટર લગાવી સજ્યા યુવક-યુવતીઓ

સોર્સ: gstv

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાઈ રહેલા કોન્સર્ટને લઈને સંગીત પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોન્સર્ટમાં એન્ટ્રી લેતા પહેલા જ સ્ટેડિયમ બહાર યુવાનોમાં કંઈક અલગ અને સ્ટાઇલિશ દેખાવવાનો જબરદસ્ત ક્રેઝ જોવા મળ્યા.કોન્સર્ટને માણવા માટે મોટી સંખ્યામાં સંગીત પ્રેમીઓ સ્ટેડિયમ ખાતે પહોંચ્યા છે. જોકે, આ કોન્સર્ટ માત્ર સંગીત પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ યુવાનો માટે ફેશન અને સ્ટાઇલ બતાવવાનું પણ એક માધ્યમ બની ગયો છે..​કોન્સર્ટમાં સૌથી અલગ અને આકર્ષક દેખાવવાનો યંગસ્ટર્સમાં ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમ બહાર મોટી સંખ્યામાં યુવક-યુવતીઓ ખાસ પ્રકારનો મેકઅપ કરાવતા અને ચહેરા પર ગ્લિટર (Glitter) લગાવતા જોવા મળ્યા હતા.અન્ય કરતાં કંઈક હટકે દેખાવવાના પ્રયાસમાં યુવાનો અવનવા લુક અપનાવી રહ્યા છે. સ્ટેડિયમ બહાર જ મેકઅપ આર્ટિસ્ટ્સ પાસે તૈયાર થવા માટે યુવાનોની ભીડ જામી છે, જે કોન્સર્ટના માહોલને વધુ રંગીન બનાવી રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત