Video: વડોદરામાં દેવઉઠી એકાદશીએ વિઠ્ઠલનાથજી ભગવાનની ભવ્ય નગરચર્યા

દેવઉઠી એકાદશીના પવિત્ર અવસરે ભગવાન શ્રી વિઠ્ઠલનાથજી પાલખીમાં બિરાજમાન થઈ નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાન વિઠ્ઠલનાથજી માતાજી તુલસીજી સાથે વિવાહ કરવા નીકળ્યા હોય તેવી ધાર્મિક પરંપરા સાથે વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા ભગવાનના દર્શન કરવા રસ્તાની બંને બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા,ભગવાન પાલખીમાં સવાર થઈ ભક્તોને દર્શન આપવા નીકળતા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ગાયકવાડ પરિવાર દ્વારા ભગવાનનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું અને આરતી ઉતારવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે દેવઉઠી એકાદશીથી હિન્દુ ધર્મમાં લગ્નસરાની મોસમનો પણ પ્રારંભ થાય છે. મંદિર ની 217 વર્ષ જૂની આ પરંપરાને વડોદરાવાસીઓએ આજે પણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે જાળવી રાખી હતી.
જાહેરાત















