લાલ ચોપડી લઈને ફરતા નેતાઓને ભાજપનો જવાબ, આદિવાસી વિકાસના મુદ્દે કોંગ્રેસને ઘેરી

અમદાવાદમાં 26 નવેમ્બરના રોજ સંવિધાન ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ અંગે ભાજપના નેતાઓએ જણાવ્યું કે, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને વર્ષ 2015થી ભાજપ દ્વારા સંવિધાન પર્વની ઉજવણી કરવામાં આવે છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે આક્ષેપ કર્યો કે, લાલ ચોપડી લઈને ફરતા વિપક્ષના નેતાઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. કોંગ્રેસે સંસદમાં સંવિધાન દિવસની ઉજવણીનો વિરોધ કર્યો હતો અને બંધારણ અંગે ચર્ચા પણ કરી નહોતી.આદિવાસી સમાજના મુદ્દે પણ કોંગ્રેસને ઘેરતા ભાજપે સવાલ ઉઠાવ્યા કે, 1995 પહેલાં આદિવાસી વિસ્તારોમાં પાણી, વીજળી, આરોગ્ય અને રોજગારી માટે કોંગ્રેસે શું કર્યું? ભાજપના શાસનમાં આદિવાસી વિસ્તારોના વિકાસ માટે વિશેષ બજેટ ફાળવાયું હોવાનો દાવો કર્યો હતો. સાથે જ અમિત ચાવડા અને કોંગ્રેસને પડકાર ફેંક્યો હતો કે, આદિવાસી વિસ્તારના દરેક મુદ્દે ચર્ચા કરવા ભાજપ તૈયાર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત