Video: સુરેન્દ્રનગરમાં સિંચાઈ વિભાગની બેદરકારીથી કલેક્ટર લાલઘૂમ, કહ્યું- કામ ન કરી શકો તો ઓફિસને તાળા મારી દો

સુરેન્દ્રનગર જિલ્લા સંકલન બેઠકમાં સિંચાઈ વિભાગની કામગીરીને લઈને કલેક્ટર અધિકારીઓ પર લાલઘૂમ થયા હતા. જિલ્લામાં જળસંચય અને તળાવો ઊંડા કરવાના કામો સમયસર પૂર્ણ ન થતાં કલેક્ટરે અધિકારીઓનો ઉધડો લીધો હતો. જિલ્લા પંચાયતના સભ્યોની વર્ષ 2026ની અંદાજે એક કરોડ 70 લાખ રૂપિયાની ગ્રાન્ટ જળસંચયનાં કામો માટે ફાળવાઈ હોવા છતાં કામગીરી શરૂ ન થઈ હોવાની રજૂઆત કરવામાં આવી હતી. જિલ્લામાં મંજૂર થયેલા 1,249 કામોમાંથી અનેક કામો શરૂ ન થતાં અને તેમાંથી 60 ટકા કામો સિંચાઈ વિભાગના બાકી રહેતાં કલેક્ટર નારાજ થયા હતા. કામ કરવાની તૈયારી ન હોય તો ઓફિસને તાળા મારી દેવાની ચીમકી પણ કલેક્ટરે આપી હતી. પીવાના પાણી અને સિંચાઈના પ્રશ્નો વચ્ચે કલેક્ટરના કડક વલણથી અધિકારીઓમાં દોડધામ મચી છે.
જાહેરાત















