Video: સુરેન્દ્રનગરમાં તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચતા ગુલાબી ઠંડીનો અહેસાસ, વાતાવરણ બન્યું અહલાદક

સોર્સ: gstv

સુરેન્દ્રનગરમાં પ્રથમ તબક્કાની ગુલાબી ઠંડીની શરૂઆત થઈ છે અને તાપમાન 20 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ઠારના પ્રમાણમાં વધારો થતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેના કારણે શહેરીજનો વહેલી સવારે વોકિંગ અને કસરત કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર લોકો અલગ-અલગ પ્રકારના સૂપનું સેવન કરીને ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. ઠંડીની શરૂઆત થતા જ નાગરિકોએ આરોગ્ય બાબતે તકેદારી રાખવાની પણ શરૂઆત કરી દીધી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત