Video: ફ્લાવર શો-૨૦૨૭ અંતર્ગત AMC દ્વારા 'ટેરેરિયમ કોમ્પિટિશન'નું આયોજન, ૩૦ નવેમ્બરે યોજાશે ખાસ વર્કશોપ

સોર્સ: gstv

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગામી જાન્યુઆરી માસમાં યોજાનારા ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૭ અંતર્ગત નાગરિકો માટે વિશેષ 'ટેરેરિયમ કોમ્પિટિશન'નું આયોજન કરવામાં આવ્યું છે...નાગરિકોમાં પ્રકૃતિપ્રેમ, પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષો-છોડ પ્રત્યે રૂચિ વધારવાના હેતુથી 'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો-૨૦૨૭' અંતર્ગત AMC દ્વારા ટેરેરિયમ કોમ્પિટિશન યોજાઈ રહી છે.ટેરેરિયમ બનાવવાની કળા અંગે માર્ગદર્શન આપવા ગાર્ડન વિભાગ દ્વારા ૩૦ નવેમ્બર, ૨૦૨૬ના રોજ સવારે ૧૧ થી ૧૨ દરમિયાન લો ગાર્ડન પાસે આવેલી , રસાલા ગાર્ડન ખાતે ખાસ વર્કશોપ યોજાશે.સ્પર્ધકોએ તૈયાર કરેલા ટેરેરિયમ ૧૫ ડિસેમ્બર સુધીમાં સવારે ૧૦ થી સાંજે ૫ દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, ગેટ નંબર-૨ ખાતેની કચેરીમાં જમા કરાવવાના રહેશે.નિષ્ણાત જ્યુરી દ્વારા શ્રેષ્ઠ ટેરેરિયમને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામ અપાશે, જ્યારે તમામ ટેરેરિયમ ફ્લાવર શોમાં પ્રદર્શનમાં મુકાશે. રજિસ્ટ્રેશન માટે નાગરિકો AMC ની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર 'AMC Events' માં 'Terrarium Competition' પર ક્લિક કરી ફોર્મ ભરી શકશે.  

આ સમાચાર શેર કરો

જાહેરાત