Video: સુરતમાં મોંઘવારી મુદ્દે AAP કાર્યકર્તાઓનો વિરોધ: ધારાસભ્ય વિનોદ મોરડિયાની ઓફિસે પહોંચી સૂત્રોચ્ચાર, પોલીસ સાથે બોલચાલ અને રાજીનામાની માંગ

સોર્સ: gstv

સુરતમાં મોંઘવારીના મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભાજપના ધારાસભ્ય સામે વિરોધ નોંધાવ્યો છે. કતારગામના ધારાસભ્ય વિનોદ મોરડીયાની ઓફિસે AAPના કાર્યકરો રેલી સ્વરૂપે આવેદન આપવા પહોંચ્યા હતા. જોકે, વિરોધની જાણ થતાં ધારાસભ્ય પોતાની ઓફિસે હાજર ન હોવાની માહિતી પોલીસે કાર્યકરોને આપી હતી. જેને પગલે AAPના કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ હતી. કાર્યકરોએ આક્ષેપ કર્યો કે લોકો મોંઘવારીથી પરેશાન છે અને આવેદન આપવાની જાણ હોવા છતાં ધારાસભ્ય ઓફિસે હાજર રહ્યા નહોતા. ધારાસભ્યની ગેરહાજરી સામે રોષ વ્યક્ત કરતાં કાર્યકરોએ તેમને કાયર ગણાવી રાજીનામાની માંગ કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત