Video: અમદાવાદ ગ્રામ્યમાં ઝરખનો આતંક: ધંધુકાના પચ્છમ ગામે મહિલા પર હુમલો, મોઢાના ભાગે ૩૨ ટાંકા આવતા ખેડૂતોમાં ફફડાટ

અમદાવાદ ગ્રામ્યના સીમ વિસ્તારોમાં જંગલી પ્રાણીઓની અવરજવર વધતાં ખેડૂતોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ધંધુકાના પચ્છમ ગામે ખેતરમાં ગયેલાં કવિતાબેન રાજેશભાઈ ગાંગડીયા પર ઝરખે હુમલો કરતાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે. હુમલામાં મહિલાના મોઢાના ભાગે 32 જેટલા ટાંકા આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. બાવળા, ધંધુકા અને ધોલેરા સહિતના વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ દેખાતાં ગ્રામજનો અને ખેડૂતોમાં ચિંતા વધી છે. હાલ ઘઉં અને ચણાની સીઝન હોવાથી ખેડૂતો અને ખેતમજૂરોને વારંવાર સીમ વિસ્તારમાં જવું પડે છે. ત્યારે વન વિભાગ દ્વારા હુમલો કરનાર જંગલી પ્રાણીને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે.
જાહેરાત













