Video: ભુજ પોલીસે રાજસ્થાનના જોધપુરની હોટેલમાંથી હત્યા કેસના આરોપીને ઝડપાયો, પાંચ વર્ષથી હતો ફરાર

પશ્ચિમ કચ્છ ભુજ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડે પાંચ વર્ષથી ફરાર હત્યા કેસના ઈનામી આરોપીને રાજસ્થાનના જોધપુરથી ઝડપી પાડ્યો છે. મૂળ માંડવીનો રહેવાસી સુખજિંદર ઉર્ફે સુખી હજુરા સિંગ હત્યા, લૂંટ, કાવતરું અને આર્મ્સ એક્ટ સહિતના ગંભીર ગુનાઓમાં પાલારા ખાસ જેલમાં બંધ હતો. આરોપી 28 જૂન 2021ના રોજ 15 દિવસની રજા પર બહાર આવ્યો હતો અને વધુ 20 દિવસની રજા લંબાવ્યા બાદ 2 ઓગસ્ટે જેલમાં પરત ફરવાને બદલે ફરાર થઈ ગયો હતો. પાંચ વર્ષથી પોલીસને થાપ આપી રહેલા આરોપીને ઝડપી પાડવા ટેકનિકલ સર્વેલન્સ અને મોબાઈલ લોકેશનની મદદ લેવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીની જોધપુર તરફની અવરજવર અને તેની બ્રેઝા કારની વિગતો મેળવવામાં આવી હતી.
જાહેરાત















