Video: સુરતના સિટીલાઈટમાં દોડતી કાર પર ઝાડ પડ્યું, કારમાં સવાર પાંચ લોકોનો ચમત્કારિક બચાવ, ઘટના CCTVમાં કેદ

સુરતના પોશ ગણાતા સિટીલાઈટ વિસ્તારમાં એસબીઆઈ સર્કલ પાસે એક મોટી દુર્ઘટના ટળી છે. અહીં રસ્તા પરથી પસાર થઈ રહેલી એક દોડતી કાર પર અચાનક ઝાડ તૂટી પડ્યું હતું. આ અકસ્માત સમયે કારમાં ચાર મહિલા અને એક પુરુષ સહિત કુલ પાંચ લોકો સવાર હતા, જેમનો સદનસીબે ચમત્કારિક બચાવ થયો છે અને કોઈ મોટી જાનહાનિ થઈ નથી. દોડતી કાર પર ઝાડ પડવાની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના ફૂટેજ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જાહેરાત















