Video: પાલડીમાં સંવિધાન ગૌરવ દિવસના કાર્યક્રમમાં જે.પી. નડ્ડાના કોંગ્રેસ પર પ્રહાર

અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિકો સાથે વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં નડ્ડાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીનું નામ લીધા વિના તેમણે કહ્યું કે, ઇતિહાસની જાણકારી ન હોવા છતાં અબોધ બાળકની જેમ 'વોટ ચોર, વોટ ચોર'ની બૂમો પાડવામાં આવે છે. નડ્ડાએ UCC, કલમ 370 અને અનામતના મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે ડો. બાબાસાહેબ આંબેડકરને સંવિધાન સભામાં ચૂંટાતા રોક્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે, બાબાસાહેબને ભારત રત્ન ભાજપના સમર્થનવાળી વી.પી. સિંહની સરકાર દરમિયાન આપવામાં આવ્યો હતો. નડ્ડાએ કોંગ્રેસને આંબેડકર વિરોધી ગણાવી હતી.
જાહેરાત










