Video: સુરેન્દ્રનગરના થાનગઢમાં DYSPનો દરોડો, ૬૧ હજારથી વધુનો વિસ્ફોટક જથ્થો જપ્ત

સોર્સ: gstv

દરોડા દરમિયાન રૂ. ૬૧,૫૦૦ની કિંમતની ૧૪૦૦ જીલેટિન સ્ટીક, ૪૭૫ લીલા સેફટી ફ્યુઝ અને ૧૫ પ્લેન ડિટોનેટર બોક્સ મળી આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ખનીજ માફિયાઓ ખાણમાં વિસ્ફોટ કરી કોલસો કાઢવા માટે આ વિસ્ફોટકનો ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો રાજકોટ અને વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી સુરેન્દ્રનગર સપ્લાય થતો હોવાનું જાણવા મળ્યું છે. કોઈ પણ ફાયર સેફટી વગર કરાયેલા આ સંગ્રહ મામલે થાનગઢ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત