Video: સુરેન્દ્રનગરના રાણીપાટમાં મારામારી બાદ રમેશભાઈ સોલંકીના મોતથી ચકચાર

સોર્સ: gstv

સુરેન્દ્રનગરના રાણીપાટમાં બે દિવસ પહેલાં કુટુંબી ભાઈઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ મારામારીની ઘટના બની હતી. જેમાં રમેશભાઈ સોલંકીને ધોકા અને લાકડી વડે માર મારવામાં આવતાં તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ રજા મળતાં તેઓ મોરબી ગયા હતા. જોકે, બાદમાં રમેશભાઈનું મોત નીપજતાં પરિવારજનોએ હત્યા થઈ હોવાનો આક્ષેપ કર્યો છે. પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તબીબોએ હાર્ટ એટેકથી મોત થયાનું જણાવ્યું છે. બીજી તરફ પરિવારજનોના આક્ષેપોને પગલે મૂળી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત