Video: હળવદ નગરપાલિકામાં બિલ ચુકવણી વિવાદને લઈને રાજકીય આક્ષેપો-પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો

સોર્સ: gstv

હળવદ નગરપાલિકામાં બિલ વિવાદ મામલે રાજકારણ ગરમાયું છે. કામ પૂર્ણ થયા છતાં કોન્ટ્રાક્ટર અલ્પેશભાઈ ગોસાઈના બિલ અટકાવાયા હોવાનો આક્ષેપ છે. સાત વખત રજૂઆત છતાં ન્યાય ન મળતા તેમણે પ્રાદેશિક કમિશનર કચેરીમાં લેખિત અરજી કરી છે. જિલ્લા ભાજપ મહામંત્રી તપન દવેએ ભ્રષ્ટાચારના આક્ષેપોમાં પોતાનું નામ ઉછળાતા FSL અને નાર્કો ટેસ્ટની તૈયારી દર્શાવી છે. બીજી તરફ, પાલિકા પ્રમુખ પતિ વિશાલ રાવલે પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો વળતો જવાબ આપ્યો છે. આ વિવાદમાં હવે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતિભાઈ રાજકોટીયા શું પ્રતિક્રિયા આપે છે અને મામલો કયા વળાંક પર પહોંચે છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત