Video: રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં, દર્દીની છાતીમાં તાર

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. ગાંઠના ઓપરેશન માટે આવેલા દિલીપ બારોટ નામના દર્દીને છાતીના ભાગે ચેકો મારી તાર નાખવામાં આવ્યો હતો, પરંતુ તેને બહાર કાઢવાને બદલે અંદર જ રાખી દેવાયો હોવાનો આક્ષેપ છે. ચેકો માર્યા બાદ ટાંકા પણ લેવાયા ન હતા અને તાર સાથે માત્ર સાદુ ડ્રેસિંગ કરી દેવાયું હતું. છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ સર્જિકલ વિભાગમાં સારવાર હેઠળ રહેલા દર્દીના મામલે તબીબોની બેદરકારી સામે અનેક સવાલો ઉઠ્યા છે.
જાહેરાત












