Video: ગોધરાના દયાલ કાકરા ગામે કાચા મકાનમાં આગ

સોર્સ: gstv

ગોધરાના દયાલ કાકરા ગામે આવેલા એક કાચા મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને સ્થાનિકોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવની જાણ થતાં જ ગોધરા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આગ પર સમયસર કાબૂ મેળવી લેવાતા મોટી જાનહાનિ ટળી હતી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત