Video: ગોધરાના ઓરવાડામાં રોડની સમસ્યા મુદ્દે બેટડી ફળિયાના રહીશોએ "રોડ નહીં તો વોટ નહીં"ના બેનરો લગાવ્યા

સોર્સ: gstv

ગોધરાના ઓરવાડા ગામના બેટડી ફળિયાના રહીશોએ વર્ષોથી ખરાબ રસ્તાની સમસ્યાનો ઉકેલ ન આવતા તંત્ર સામે મોરચો માંડ્યો છે. ગ્રામજનોએ વિસ્તારમાં "રોડ નહીં તો વોટ નહીં"ના બેનરો લગાવીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં નવો રોડ બનાવવામાં ન આવતાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. સરપંચની ચૂંટણીનો માહોલ ગરમાયો છે ત્યારે જો ચૂંટણી પહેલાં રોડ બનાવવાની માંગણી નહીં સંતોષાય તો સમગ્ર ફળિયાના રહીશોએ મતદાનથી અળગા રહેવાનો મક્કમ નિર્ણય કર્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત