Video: ગ્વાલિયરથી ૩૫૦૦ કિમીની નર્મદા દંડવત પરિક્રમાએ નીકળેલા બાબા બાલકદાસજીનું ભરૂચમાં ભવ્ય સ્વાગત

સામાન્ય રીતે નર્મદા પરિક્રમા પગપાળા કે વાહન દ્વારા કરવામાં આવતી હોય છે, પરંતુ ગ્વાલિયરથી નીકળેલા સાધુ બાબા બાલકદાસજી માં રેવા પ્રત્યેની અતૂટ આસ્થા સાથે દંડવત પ્રણામ કરતા કરતા સમગ્ર પરિક્રમા પૂર્ણ કરવાની કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. કુલ ત્રણહજાર પાંચસો કિલોમીટરની આ દંડવત પરિક્રમામાં તેઓ દરરોજ અંદાજે ૬ કિલોમીટર જેટલું અંતર દંડવત કરીને કાપે છે અને શરીરને કષ્ટ આપીને પણ કેવળ માં નર્મદાના સ્મરણ સાથે આગળ વધી રહ્યા છે. ભરૂચ આગમન વેળાએ તુલસીધામ નજીક મુક્તાનંદ સોસાયટી ખાતે બાબા બાલકદાસજી પધારતા ભાવિક ભક્તોએ તેમની પૂજા-અર્ચના કરી ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા હતા. કહેવાય છે કે નર્મદા કે કંકર ઉતને શંકર અને આવા કઠિન તપ દ્વારા બાબા સાબિત કરી રહ્યા છે કે જો મનમાં અતૂટ શ્રદ્ધા હોય તો ગમે તેટલો મુશ્કેલ માર્ગ પણ સરળ બની જાય છે.
જાહેરાત







