રાજ્યના મહેસૂલ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર; 86 મામલતદારો અને 8 GAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં બુધવારે (25 નવેમ્બર) મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. મામલતદાર વર્ગ-2 અને ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1માં બદલીના આદેશ અપાયા છે. જેમાં 3 નાયબ મામલતદારને બઢતી, 86 વર્ગ-2 મામલતદારો અને ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ના 8 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
ગુજરાત સરકારના મહેસૂલ વિભાગમાં બુધવારે (25 નવેમ્બર) મોટો વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના વહીવટી તંત્રને વધુ સુવ્યવસ્થિત બનાવવા માટે મામલતદાર વર્ગ-2 અને ગુજરાત વહીવટી સેવા (GAS) જુનિયર સ્કેલ વર્ગ-1ના અધિકારીઓની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે રાજ્યના મહેસૂલ વિભાગમાં અધિકારીઓની જવાબદારીઓ અને પોસ્ટિંગમાં ફેરફાર થયો છે.

86 વર્ગ-2 મામલતદારોની બદલી
જાહેર કરાયેલા આદેશ મુજબ, કુલ 86 વર્ગ-2 મામલતદારોની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1ના 8 અધિકારીઓની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા છે. આમ, એકસાથે મોટી સંખ્યામાં અધિકારીઓની બદલી થતાં મહેસૂલ વિભાગના વહીવટી માળખામાં ફેરફાર જોવા મળશે. બીજી તરફ, આ વહીવટી ફેરફારમાં ત્રણ નાયબ મામલતદારોને બઢતી આપવામાં આવી છે.










