Video: ગોધરાના ભુરાવાવ વિસ્તારમાં તસ્કરોએ એકસાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી ચોરી કરતાં પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે સવાલો ઊઠ્યા.

પંચમહાલના ગોધરામાં તસ્કરોએ ફરી એકવાર તરખાટ મચાવ્યો છે. ભુરાવાવ વિસ્તારની મીનાક્ષી ગ્રીન સોસાયટીમાં તસ્કરોએ એકસાથે ત્રણ બંધ મકાનોને નિશાન બનાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ સોસાયટીની સેફ્ટી વોલના તાર તોડી અંદર પ્રવેશ કરી ત્રણ મકાનોના તાળા તોડ્યા હતા. આ દરમિયાન એક મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં શહેર પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યારે ચોરીની ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાયો છે. ગોધરામાં વારંવાર બનતી ચોરીની ઘટનાઓને પગલે પોલીસના નાઈટ પેટ્રોલિંગ અને નાગરિકોની સુરક્ષા સામે સવાલો ઊભા થયા છે.
જાહેરાત














