Video: મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 4-5 પરથી ગુટખાની લાલચમાં 3 વર્ષીય બાળકનું અપહરણ, 13 દિવસે ફરિયાદ

અમદાવાદથી પોતાના બે બાળકો સાથે રાજસ્થાન જવા નીકળેલી એક ભીખ માંગતી મહિલા ટ્રેન બદલવા માટે મહેસાણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4-5 પર ઉતરી હતી. આ દરમિયાન ગુટખા ખાવાની ટેવ ધરાવતી આ મહિલા એક અજાણ્યા યુવાનના પરિચયમાં આવી હતી અને ગુટખાની લાલચમાં તેણે પોતાના 3 વર્ષીય બાળકને રમાડવા માટે યુવાનને સોંપ્યું હતું. તકનો લાભ ઉઠાવીને અજાણ્યો યુવાન બાળકને લઈને રેલવે સ્ટેશન પરથી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે ઘટનાના 13 દિવસ બાદ મહેસાણા રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે સ્ટેશનના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આરોપીની શોધખોળ અને વધુ તપાસ તેજ કરી છે.
જાહેરાત















