Video: મહેસાણામાં ૩૭ હોટલો અને ખાણીપીણીના સ્થળો પર ફૂડ વિભાગના તપાસ; ૭ હોટલોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ

મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગ દ્વારા વિવિધ સ્થળોએ આવેલી હોટલો અને ખાણીપીણીના એકમો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે જિલ્લાભરમાં કુલ ૩૭ સ્થળો પર તપાસ કરી હતી અને અખાદ્ય તેમજ શંકાસ્પદ જણાતા કુલ ૧૫ કિલોગ્રામ જેટલા ખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કર્યો હતો. આ ઉપરાંત નિયમોના ભંગ અને સ્વચ્છતાના અભાવ બદલ ૭ હોટલોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી. તપાસ દરમિયાન ગોજારીયાના ફૂડ કોર્ટ અને હોટલ કારગિલ, નંદાસણની હોટલ સ્વાગત ઢાબા અને હોટલ એપલ તેમજ મહેસાણાની હોટલ કોનકોર્ડ અને હોટલ ન્યુ જનપથ ખાતે કાર્યવાહી કરવામાં આવી હતી. ખાસ કરીને મહેસાણાની હોટલ કોનકોર્ડમાંથી ૧૦ કિલો કાજુકણી અને ૫ લીટર ક્રીમનો નાશ કરીને ફૂડ વિભાગે કડક કાર્યવાહીની ઝુંબેશ યથાવત રાખી છે.
જાહેરાત
















