Video: નર્મદા તટે શુક્લતીર્થ ખાતે કાર્તિકી અગિયારસથી પૂર્ણિમાના પૌરાણિક મેળાનો પ્રારંભ

ભરૂચના નર્મદા તટે આવેલા શુક્લતીર્થ ખાતે કાર્તિકી અગિયારસથી પૂર્ણિમા સુધી યોજાતા પૌરાણિક ભાતીગળ મેળાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમના નામ પરથી આ સ્થળનું નામ પડ્યું છે તેવા શુક્લેશ્વર મહાદેવ તેમજ સફેદ રેતીમાંથી બનેલા ભગવાન વિષ્ણુના દર્શનનું શાસ્ત્રોમાં વિશેષ મહત્વ વર્ણવાયેલું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પૌરાણિક ધાર્મિક લોકમેળામાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે અને પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરીને દર્શનનો લાભ લે છે. મેળાના આયોજનને લઈને સમગ્ર વિસ્તારમાં ભક્તિમય અને ઉત્સાહભર્યો માહોલ સર્જાયો છે.
જાહેરાત













