Video: AMCમાં સંકલન સમિતિની બેઠક; આવાસ ફાળવણી, માઈક્રો-ટનલિંગ અને ટેક્સ મુદ્દે રજૂઆત

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે મ્યુનિસિપલ કમિશનર અને શહેરના ધારાસભ્યો વચ્ચે યોજાયેલી સંકલન સમિતિની બેઠકમાં વિવિધ વિસ્તારના પ્રશ્નો અંગે રજૂઆતો કરવામાં આવી હતી. જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ EWS આવાસ ફાળવણીમાં ૭,૮૦૦ મકાનોમાંથી લઘુમતી સમાજને માત્ર ૮ મકાન મળ્યા હોવાનો આક્ષેપ કર્યો,,તો એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ૫ કિલોમીટરના માઈક્રોટનલિંગ કામ પૈકી માત્ર અઢી કિલોમીટર કામ પૂર્ણ થયું હોવાથી ચોમાસા પહેલા બાકી કામગીરી પૂરી કરવા રજૂઆત કરી હતી. તેમણે ઐતિહાસિક હઠીસિંગના દેરાસરનો પ્રોપર્ટી ટેક્સ 'મ્યુઝિયમ' તરીકે આકારવામાં આવ્યો હોવાની ક્ષતિ પણ ઉઠાવી હતી,
જાહેરાત












