Video: ઈડરની પીટીસી કોલેજમાં લાલિયાવાડી, પાણીની ટાંકીમાં મૃત શ્વાનથી તંત્ર અજાણ, 48થી વધુ વિદ્યાર્થીઓને યુદ્ધના ધોરણે રસી અપાઈ

સાબરકાંઠાના ઈડરમાં વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાંનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ઈડરની PTC કોલેજના પાણીના ટાંકામાં છેલ્લા કેટલાક દિવસોથી મૃત શ્વાન પડ્યું હોવા છતાં તંત્ર બેધ્યાન રહ્યું હતું અને આ જ દૂષિત પાણી પીવા તથા વપરાશમાં લેવાતું હતું. કોલેજ અને હોસ્ટેલ સંચાલકોની ઘોર બેદરકારીના કારણે એકસાથે ૩૫થી વધુ વિદ્યાર્થિનીઓને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવી પડી હતી. હડકવાની અસર ન થાય તે માટે તકેદારીના ભાગરૂપે અત્યાર સુધીમાં હોસ્ટેલના ૭૦માંથી ૪૮થી વધુ વિદ્યાર્થીઓને ARV વેક્સિન આપવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને જોતા ઈડર પ્રાંત અધિકારી સહિતનું વહીવટી તંત્ર તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યું હતું. બીજી તરફ, સ્થાનિક નગરપાલિકા અને સંચાલકોની બેદરકારી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
જાહેરાત












