Video: ધોળકાના સરગવાળા ગામે GSPL ગેસ પાઈપલાઈનનો ઉગ્ર વિરોધ, ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

ધોળકાના સરગવાળા ગામે યોગ્ય વળતર અને પરવાનગી વગર પોલીસ પ્રોટેક્શન સાથે બળજબરીપૂર્વક પાઈપલાઈન નખાતી હોવાના આક્ષેપ સાથે મહિલાઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ ખેતરમાં ધરણા કર્યા હતા. બ્રિજરાજ સોલંકીની આગેવાનીમાં ખેડૂતો અને મહિલાઓએ જાતે પાવડા લઈને પાઈપલાઈનનો ખાડો પૂરી દીધો હતો. આ દરમિયાન પોલીસ અને અધિકારીઓ સાથે ઝપાઝપી તેમજ વાહનો પર પથ્થરમારો થયો હતો. ઘટનામાં એક ખેડૂત મહિલાની તબિયત લથડતા તેમને 108 મારફતે સારવાર માટે ખસેડાયા છે.
જાહેરાત















