Video: વડોદરામાં યુવા પેઢીને ડ્રગ્સના દૂષણથી બચાવવા મહત્વની પહેલ, પોલીસ અને આરોગ્ય વિભાગનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો

સોર્સ: gstv

વડોદરા શહેર પોલીસ ATF અને એસએસજી હોસ્પિટલના સાયકિયાટ્રી વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર નરસિંહા કોમાર સહિત ઉચ્ચ અધિકારીઓ, તબીબો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ દરમિયાન ડ્રગ્સના વધતા દૂષણને અટકાવવા, નશાની લતનો ભોગ બનેલા લોકોને વ્યસનમુક્ત કરવા તેમજ યુવાનોને નશાથી દૂર રાખવા માટેની અસરકારક વ્યૂહરચના પર વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. સાથોસાથ સમાજમાં વ્યાપક જાગૃતિ લાવવા અને સંયુક્ત પ્રયાસો હાથ ધરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત