ગુજરાતની તમામ 182 વિધાનસભાઓમાં ભાજપના નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન, સાંજે 5 વાગ્યે PM મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે

ગુજરાતની તમામ 182 વિધાનસભાઓમાં ભાજપના નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહનું આયોજન, સાંજે 5 વાગ્યે PM મોદી વર્ચ્યુઅલી સંબોધન કરશે
તસવીર: JATIN BAROT GSTV NEWS
આ સમાચાર સાંભળો

ગુજરાતમાં નૂતનવર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર આજે સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 4 વાગ્યાથી શરૂ થનારા આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંજે 5 વાગ્યે વર્ચ્યુઅલી જોડાઈને ઉપસ્થિત કાર્યકરો અને નાગરિકોને સંબોધન કરશે.

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય સરકારના મંત્રીઓ તેમજ ધારાસભ્યો પોતપોતાના મતવિસ્તારમાં યોજાનારા સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેશે.

જાહેરાત

રાજ્યભરમાં એકસાથે યોજાનારા આ કાર્યક્રમના માધ્યમથી ભાજપના નેતાઓ, કાર્યકરો અને નાગરિકો વચ્ચે નૂતનવર્ષની શુભેચ્છાઓની આપ-લે થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું વર્ચ્યુઅલ સંબોધન આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે.

ભાજપ દ્વારા રાજ્યવ્યાપી સ્તરે આયોજિત આ નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહને લઈને પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત