અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે, આગામી 3 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની આગાહી

ગુજરાતમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર-પૂર્વ અને પૂર્વ દિશાના પવનો ફૂંકાવાનું શરૂ થતાં પવનની દિશામાં ફેરફાર થયો છે. જેના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.તાપમાનમાં વધારો થતાં વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો અહેસાસ ઘટી શકે છે, જ્યારે દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ શકે છે. પરિણામે લોકોને બેવડી ઋતુનો અનુભવ થશે.
ખાસ કરીને અમદાવાદમાં લઘુતમ તાપમાન 16થી 17 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. પવનની બદલાયેલી દિશાને કારણે ઠંડીના પ્રમાણમાં ઘટાડો થવાની શક્યતા છે. આમ, આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી અને ગરમીના મિશ્ર વાતાવરણનો અનુભવ થઈ શકે છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત