Video: અમરેલીના બગસરા બાયપાસ પર ઘાસચારા ગોડાઉનમાં ભીષણ આગ, લાખોનું નુકસાન

અમરેલીના બગસરા બાયપાસ પર આવેલા હિરાણી ફાર્મના ઘાસચારા ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પશુઓ માટે સંગ્રહ કરવામાં આવેલા ઘાસચારામાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લાખો રૂપિયાનો ઘાસચારો બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં બગસરા નગરપાલિકા અને અમરેલી ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જોકે, ઘાસચારામાં આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
જાહેરાત















