Video: અમરેલીના બાબરા શહેર નજીક ખેતરમાં સિંહનો પડાવ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

અમરેલી જિલ્લાના બાબરા શહેરમાં જંગલના રાજા સિંહે ધામા નાખતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું છે. બાબરા શહેર નજીક કિરીટભાઈ પરવાડીયાના એરંડાના ખેતરમાં સિંહે પડાવ નાખ્યો હતો. ખેતરમાં સિંહ આંટાફેરા કરતો જોવા મળતાં સ્થાનિકોમાં ચર્ચા જાગી છે. બાબરા શહેર સુધી સિંહ પહોંચી જતાં વનવિભાગ પણ સતર્ક બન્યું છે. વનવિભાગના પ્રાથમિક તારણ મુજબ ઢસા વિસ્તારનો સિંહ ભ્રમણ કરતો બાબરા પહોંચ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. સિંહનો ખેતરમાં પડાવનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
જાહેરાત













