Video: રાજકોટ કોંગ્રેસમાં ફરી વિવાદ !, બેઠકમાં કાર્યકરોની પાંખી હાજરીથી ચર્ચા

રાજકોટમાં કોંગ્રેસની બેઠકમાં કાર્યકરો અને નેતાઓની પાંખી હાજરીને કારણે ફરી એક વખત વિવાદ સર્જાયો છે. રાજકોટ જિલ્લામાં કુલ ૪ વિધાનસભા બેઠકો આવેલી હોવા છતાં, આ તમામ બેઠકો મળીને બેઠકમાં માત્ર ૪૦ થી ૫૦ જેટલા જ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ પણ પક્ષની નિષ્ક્રિયતા અને સંગઠનની નબળાઈને લઈને રાજકોટ કોંગ્રેસમાં આંતરિક વિવાદ સામે આવી ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં પણ રાજકોટમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા હતા અને પક્ષને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે આગામી ચૂંટણીઓ પહેલાં યોજાયેલી બેઠકમાં કાર્યકરોની આટલી ઓછી હાજરીએ સ્થાનિક નેતાગીરી સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
જાહેરાત














