Video: રાજકોટમાં બાળક ગુમ થતાં ફરિયાદ લેવાને બદલે સૂતા-સૂતા ઉદ્ધત જવાબ આપતી પોલીસનો વીડિયો વાયરલ

રાજકોટ પોલીસની સંવેદનહીનતા અને ઘોર બેદરકારીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ખાખી વર્દી ફરી એકવાર શર્મસાર થઈ છે. ચાલુ ફરજે ફરિયાદીઓની મદદ કરવાને બદલે બ્લેન્કેટ ઓઢીને આરામ ફરમાવતા મહિલા પોલીસ કર્મચારીની કરતૂત કેમેરામાં કેદ થઈ છે.ઘટનાની વિગત મુજબ, રાજકોટ રેલવે સ્ટેશન પરથી ૧૨ વર્ષનો માસૂમ બાળક ગુમ થતાં તેના મામા તાત્કાલિક મદદની આશાએ ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જોકે, ફરજ પર હાજર મહિલા પીએસઓ અને એએસઆઈ કામિની વ્યાસ ફરિયાદીની વ્યથા સાંભળવાને બદલે ગોદડું ઓઢીને સૂતા રહ્યા હતા અને સૂતા-સૂતા જ ૨૪ કલાક રાહ જોવાનો ઉદ્ધત જવાબ આપ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ઉચ્ચ અધિકારીઓ સફાળા જાગ્યા છે..
જાહેરાત















